નવી દિલ્હી: ભારત જે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે બૂમો પાડી પાડીને કહેતું હતું અને પાકિસ્તાન સતત ના પાડી રહ્યું હતું તે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે એક વિદેશી પત્રકારે મોટો ખુલાસો કર્યો છે. એવોર્ડ વિનિંગ ઈટાલિયન પત્રકાર Francesca Marinoએ દાવો કરતા કહ્યું કે ભારતીય વાયુસેનાની બાલાકોટ એર સ્ટ્રાઈકમાં 170 લોકો માર્યા ગયા હતાં. મેરીનોના જણાવ્યાં મુજબ આ એર સ્ટ્રાઈકમાં 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનું અનુમાન છે. મૃતકોમાં 11 ટ્રેનર હતા જેઓ બોમ્બ બનાવવાની અથવા તો હથિયાર ચલાવવાની તાલિમ આપી રહ્યાં હતાં. 45 જેટલા ઘાયલો હાલ સારવાર હેઠળ છે અને તેમની સારવાર કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ પાકિસ્તાન આર્મીના ડોક્ટરો કરી રહ્યાં છે એવું આ પત્રકારનું કહેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની પ્રેમની ડિક્શનરીમાંથી મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં: PM મોદી 


નોંધનીય છે કે વિદેશી મીડિયામાં આ હુમલાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતાં. પાકિસ્તાન સતત આ કાર્યવાહી થઈ જ નથી તેવું આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવી રહ્યું છે. ફેબ્રુઆરીની 14મી તારીખે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40  જવાનો શહીદ થયા બાદ ભારતે આ આક્રમક કાર્યવાહી કરી હતી. આ બાલાકોટ એ જૈશ એ મોહમ્મદનો મોટો કેમ્પ છે. આમ તો તે નિયંત્રણ રેખાથી ઘણું દૂર છે અને આતંકીઓને તાલીમ આપવા માટે એક સુરક્ષિત જગ્યા છે. અહીં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમને પણ તાલીમ અપાય છે. જેને લઈને આ હુમલામાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું હોવાનું ભારત સતત કહી રહ્યું હતું. 


મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન


સાઉથ એશિયા રિપોર્ટિંગમાં સ્પેશિયલાઈઝ્ડ્ Francesca Marinoએ જે રિપોર્ટ ફાઈલ કર્યો તેમાં તેણે જણાવ્યું કે પુરાવા સાબિત કરે છે કે ભારતીય વાયુસેનાની આ એરસ્ટ્રાઈકથી જૈશના 130થી વધુ આતંકીઓ માર્યા ગયાં. સહયોગી ચેનલ WION સાથે વાત કરતા આ ઈટાલિયન પત્રકારે કહ્યું કે સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન દ્વારા આ અંગે ઢાંકપીછોડો કરવામાં આવ્યો.  130થી 170 આતંકીઓ આ સ્ટ્રાઈકમાં મોતને ભેટ્યાં. 45 જેટલા લોકો હજુ પાકિસ્તાન સારવાર હેઠળ છે. તેમની સારવાર કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ પાકિસ્તાન આર્મીના ડોક્ટર્સ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે વિગતો મળતા વાર લાગી કારણ કે સૂત્રો હજુ પણ ખુબ ડરેલા છે. ભારતની આ કાર્યવાહીના ઢાંક પિછાડામાં પાકિસ્તાની આર્મી અને જૈશ સામેલ હતાં. બધુ એકદમ ક્લિયર કરી નાખવામાં આવ્યું.  તેમણે એમ પણ કહ્યું કે 'પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ તો એમ પણ કહી દીધુ કે જૈશ પાકિસ્તાનમાં છે જ નહીં. પરંતુ મારી પાસે એ ફોટા છે જેમાં એર સ્ટ્રાઈક પહેલાના અને પછીના સાઈન બોર્ડ છે. બધુ જ ક્લિયર કરી દેવાયું છે, કોઈ ટ્રેક નથી, જૈશના કોઈ ફૂટ ફ્રિન્ટ નથી.' તેણે વધુમાં એમ પણ કહ્યું કે તેણે બાલાકોટ એર સ્ટ્રાઈક પહેલાનો કેમ્પ અને પછીના કેમ્પના ફોટા પણ તેણે પબ્લિશ કર્યા છે. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...